Rajkot : પદ્દકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને કરી આત્મહત્યા, જાણો કયા કારણોસર ઇન્ચાર્જે મોતને વ્હાલુ કર્યું

|

May 05, 2022 | 10:28 AM

ઈન્ચાર્જના ઘરમાંથી મળેલી ચિઠ્ઠીમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી એ ઓપરેશન કર્યા ના 13મહિના પછી પણ ગોઠણ દુઃખતા હોવાનો ઉલ્લેખ છે.હાલ ગાંધીગ્રામ પોલીસે(Gandhigram Police) ચિઠ્ઠી કબજે લઇ તપાસ હાથ ધરી છે.

રાજકોટની(Rajkot)  પદ્દકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને (Incharge) આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.રાજકોટ શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા હેમલતાબેન રમેશભાઇ કનેરીયા એ (Hemlataben Rameshbhai Kaneriya)ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.આ ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.જેમાં આત્મહત્યા કરતા પહેલા હેમલતાબેને લખેલી ચિઠ્ઠી મળી આવી છે.

ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી પર ઉભા થયા સવાલો

તમને જણાવી દઈએ કે, ઘરમાંથી મળેલી ચિઠ્ઠીમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી (Vimal Kothari) એ ઓપરેશન કર્યા ના 13મહિના પછી પણ ગોઠણ દુઃખતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.હાલ ગાંધીગ્રામ પોલીસે ચિઠ્ઠીકબજે લઇ તપાસ હાથ ધરી છે. જો કે ચિઠ્ઠીમાં તેમણે ગોંઠણનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન આવડતું ન હોઈ તો શા માટે વિમલ કોઠારી એ ઓપરેશન કર્યું તેવી વિગતો પણ પોલીસને મળી આવી છે.

આ પહેલા પણ અનેક વખત ડોક્ટરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ઘણી વખત ડોક્ટરોની બેદરકારીને કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.આ પહેલા ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને બાલાસિનોરની કેએમજી જનરલ હોસ્પિટલ (KMG General Hospital)ને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દર્દી આ હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયો હતો પણ ડોક્ટરે ડાબી કિડની (Kidney) જ કાઢી લીધી હતી. કિડની વગર એ દર્દી ચાર મહિનામાં જ મૃત્યુ પામ્યો હતો.જેને પગલે પરિવારે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.ત્યારે આ ઈન્ચાર્જના આત્મહત્યા પાછળ પણ આ કારણ જ જવાબદાર રહ્યું છે, ત્યારે હાલ પોલીસે હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Next Video