દેવભૂમિ દ્વારકા વીડિયો : તંત્રની બેદરકારીના કારણે દ્વારકા આવતા પ્રવાસીઓના માથે જીવનું જોખમ યથાવત
દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ગોમતી ઘાટ પર નિયમો નેવે મૂકીને સ્પીડ બાઈક અને સ્પીડ બોટ ધમધમી રહી હોવાની માહિતી મળી રહી છે. પ્રવાસીઓને લાઈફ જેકેટ વિના જ બોટમાં બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે.એટલું જ નહીં ઘણી બોટોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે.
શાળાઓમાં દિવાળી વેકેશન હોવાથી લોકો પોતાના બાળકો સાથે યાદગાર દિવસો વિતાવવા માટે ફરવા જતા હોય છે. જેમાં કેટલાક લોકો યાત્રાધામમાં ભગવાનના દર્શન કરવા માટે પણ જતા હોય છે. તો દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ગોમતી ઘાટ પર નિયમો નેવે મૂકીને સ્પીડ બાઈક અને સ્પીડ બોટ ધમધમી રહી હોવાની માહિતી મળી રહી છે.
પ્રવાસીઓને લાઈફ જેકેટ વિના જ બોટમાં બેસાડીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ઘણી બોટોમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. આ અંગે જન્માષ્ટમીના તહેવાર સમયે TV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. તે સમયે રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુ બેરાએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પરંતુ તંત્રની જાણે રહેમનજર હોય તેમ ફરીથી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.ત્યારે મુળુ બેરાએ હવે ફરીથી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરંતુ કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ ? જેવા અનેક પ્રશ્ન પ્રજાના મનમાં ઉભા થઈ રહ્યાં છે.