Dwarka: દ્વારકાધીશ મંદિરમાં કોરોનાના નિયમોનો ઊલાળિયો, જુઓ ધ્વજારોહણના આ દ્રશ્યો

|

Jan 17, 2022 | 7:43 AM

એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ તીવ્ર ગતિથી વધી રહ્યા છે અને દ્વારકા મંદિરમાં રોજ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે ગુજરાતના મંદિરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાવાની શક્યતા રહેલી છે.

એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ (Corona case) રોકેટ ગતિથી વધી રહ્યા છે. બીજી તરફ લોકોને જાણે કોરોનાની કોઇ ચિંતા જ ન હોય તેમ બેફિકર ફરી રહ્યા છે. ફરી એક વખત કોરોનાના નિયમો (Corona guideline)નો ઊલાળિયો બોલાવાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરમાં ધ્વજારોહણ દરમિયાન એક સાથે 100થી વધુ લોકો જોવા મળ્યા અને કોઇ પણ નિયમોનું પાલન ન કરતુ હોવાનું સામે આવ્યુ.

ગુજરાતના યાત્રાધામ દ્રારકાધીશ મંદિરને આસ્થાનો દ્વાર માનવામાં આવે છે. રોજે રોજ અહીં હજારોની સંખ્યામાં લોકો દ્વારકાધીશના મંદિર માટે આવતા હોય છે. જો કે હાલમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઇ ગઇ છે ત્યારે સરકાર દ્વારા મંદિરો સહિત તમામ સ્થળોએ કોરોનાની ગાઇડલાઇનનું ફરજીયાત પાલન થાય તેવી સૂચના આપવામાં આવી છે. જો કે દ્વારકાધીશના મંદિરમાં દ્રશ્યો કઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે.

દ્વારકાધીશ મંદિરમાં કોરોનાના નિયમોના ધજાગરા જોવા મળ્યા. મંદિરમાં ધ્વજા રોહણમાં 100થી વધુ લોકો એકસાથે જોવા મળ્યા હતા. આ સમયે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવવા પણ તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા જોવા ન મળી. એક દિવસ પહેલા જ પ્રાંત અધિકારી દ્વારા નિર્ણય લેવાયો હતો કે ધ્વજા રોહણમાં 20 લોકો જ હાજર રહી શકશે. જો કે નિયમ માત્ર કાગળ પર જ હોય તેવુ જોવા મળ્યુ.

એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ તીવ્ર ગતિથી વધી રહ્યા છે અને દ્વારકા મંદિરમાં રોજ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે ગુજરાતના મંદિરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી કોરોનાના નિયમોનું દ્વારકાધીશ મંદિરમાં કડક પાલન કરાવાય તે ખૂબ જરુરી છે.

આ પણ વાંચોઃ

Mehsana: સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની કામગીરી અટકી, ભાજપના જ જુથે મંડળી બોગસ હોવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચોઃ

JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો

Next Video