Chhota Udepur : લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, એક સાથે 100થી વધુ લોકોને અસર થતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ

|

May 30, 2022 | 8:31 AM

Chhota Udepur : કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી અને 100થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી.

છોટાઉદેપુર (Chotta Udepur) જિલ્લાના કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની. કસ્બા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં (Wedding Occasion) ભોજન લીધા બાદ જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી અને 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી થયા હતા.જેથી તમામ લોકોને જનરલ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે એક સાથે 100 લોકોને સારવાર માટે લવાતા હોસ્પિટલમાં બેડ ઓછા પડ્યા હતા,જેથી દર્દીઓને નીચે સારવાર આપવાની ફરજ પડી હતી.

સુરતમાં જમણવાર બાદ 700 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર

થોડા દિવસો અગાઉ સુરતના કતારગામમાં વિસ્તારમાં (Katargam Area) લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 92 લોકોને હોસ્પિટલમાં (Surat Hospital) ખસેડવાની ફરજ પડી હતી. સાથે જ આટલી મોટી માત્રામાં લોકોને ફૂડ પોઇઝનિંગની (Food Posining) અસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી. વધુમાં મળતી માહિતી પ્રમાણે કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર મંગળવારે નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 700 થી 800 લોકોએ ભોજન લીધુ હતું.

તમને જણાવી દઈએ કે, આ જમણવાર બાદ 700 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર થઈ છે. કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીની નજીકમાં જ આવેલા નિત્યાનંદ ફાર્મમાં આ જમણવારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભોજન સમારંભમાં અંદાજે 700 થી 800 લોકોએ ઓરિયો શેક, અંગુર રબડી તેમજ કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઈ ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી.

Next Video