દાહોદ વીડિયો : લીમખેડામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત

દાહોદ વીડિયો : લીમખેડામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 10 થી વધારે લોકો ઈજાગ્રસ્ત

| Edited By: | Updated on: Dec 30, 2023 | 4:54 PM

દાહોદ લીમખેડામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઈન્દોરથી અમદાવાદ જતી ખાનગી બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દાહોદ લીમખેડામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઈન્દોરથી અમદાવાદ જતી ખાનગી બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા.

તો બીજી તરફ કેન્દ્ર સરકારે અકસ્માત કાયદાના કરેલા ફેરફારને લઈને રાજ્યભરમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર પણ ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો માલિયાસણ પાસે ચોકડી નજીક વિરોધ કર્યો છે.અકસ્માતમાં સજાના નવા કાયદાના વિરોધમાં ચક્કાજામ કરાયો છે.તો નવા કાયદા મુજબ 10 વર્ષ સજાની જોગવાઈ અને લાખોના દંડ સામે ટ્રકચાલકોનો વિરોધ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો