Ahmedabad શહેરમાં વકરતો રોગચાળો, મેયરનો બચાવ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે

|

Aug 16, 2021 | 8:18 PM

શહેરના મેયરને વકરતા રોગચાળાને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ગોળ ગોળ જવાબ આપીને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવાનો હવાલો આપ્યો.મેયર ભલે ગોળ ગોળ જવાબ આપે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

Ahmedabad શહેરમાં વકરતો રોગચાળો, મેયરનો બચાવ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે
Outbreak of epidemic in Ahmedabad city mayor rescue sanitation campaign is underway

Follow us on

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીના લીધે રોગચાળાએ માથું ઉચક્યું છે. જેમાં વાયરલ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં એક બાજુ ગંદકી અને તેના કારણે રોગચાળાથી લોકોને હાલાકી તો બીજી બાજુ હોસ્પિલોમાં અવ્યવસ્થાના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની કતારો બિલ્ડિંગની બહાર સુધી પહોંચી જાય છે..પોતાનો કેસ નીકળે તે માટે દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે..

જ્યારે શહેરના મેયરને વકરતા રોગચાળાને લઇને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે ગોળ ગોળ જવાબ આપીને સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવાનો હવાલો આપ્યો.મેયર ભલે ગોળ ગોળ જવાબ આપે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. જેમાં ગંદકી અને રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે.

આ પણ વાંચો : Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી

આ પણ વાંચો :  TRICKS: શું Google Mapsમાં તમારું ઘર, ઓફિસ કે દુકાન બતાવવા માંગો છો? તો પછી કરો આટલુ

Published On - 8:16 pm, Mon, 16 August 21

Next Video