Gujarati Video : સાળંગપુરમાં અમિત શાહે કહ્યું, યાત્રાધામોના વિકાસના કામો કોઈ મૂંઝવણ વિના વડાપ્રધાને દ્રઢતા સાથે કર્યા
Botad News : ગૃહપ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિશાળ ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો હતો.
આજે હનુમાન જયંતીના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાળંગપુરની મુલાકાત લીધી. સહ પરિવાર 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના દર્શન કર્યા હતા અને બાદમાં ગૃહપ્રધાન અમિત શાહે સાળંગપુરમાં વિશાળ ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો હતો, પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ રામ મંદિરના પ્રશ્નનો નિવેડો આવ્યો.
અમિત શાહે પોતાના પ્રવચનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે- લોકો કહેતા હતા કાશ્મીરમાંથી કલમ 370 દૂર થશે તો લોહીની નદીઓ વહેશે અને રમખાણો થશે, પરંતુ કાંકરીચાળો કરવાની પણ કોઈની હિંમત નથી. આ સિવાય અમિત શાહે કાશી વિશ્વનાથ કોરિડોર, સોમનાથ મંદિર, અંબાજી, પાવાગઢ સહિતના યાત્રાધામોના વિકાસના કામો કોઈ મૂંઝવણ વિના વડાપ્રધાને દ્રઢતા સાથે કર્યા છે.
મહત્વનું છે કે અમિત શાહ પરિવાર સાથે સાળંગપુર મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે દાદાની મૂર્તિની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ વિશાળ ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વિઘામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…