વધુ એક જાસુસીકાંડ ! પાટણમાં સરકારી વાહનોમાં GPS ટ્રેકર ઝડપાયું, જુઓ વીડિયો

|

Dec 20, 2023 | 3:01 PM

બનાસકાંઠાથી માંડીને પંચમહાલ સુધી રાજ્યમાં જાસૂસીની જાળ ફેલાઇ છે. આરોપીઓ અધિકારીઓથી તવાઇથી બચવા હવે જાસૂસીકાંડને અંજામ આપી રહ્યા છે. ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઇ છે કે તેઓ GPS જેવા ઉપકરણો લગાવીને સરકારી વાહનોની જાસૂસી કરતા ખચકાઇ નથી રહ્યા.

આમ તો ગુનેગારોનો ખેલ પાડવા જાસૂસી થતી હોય છે, પરંતુ આજકાલ રાજ્યમાં કંઇક ઉલટી ગંગા વહી રહી છે. ગુજરાતમાં તો ગુનેગારો અધિકારીઓ બચવા સરકારી વાહનોની જાસૂસી કરી રહ્યા છે. પંચમહાલ અને બનાસકાંઠા બાદ હવે પાટણમાંથી પણ જાસુસીકાંડ ઝડપાયુ છે.

કોલ ટ્રેસિંગ બાદ હવે રાજ્યમાં જાસૂસીકાંડને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે. બનાસકાંઠાથી માંડીને પંચમહાલ સુધી રાજ્યમાંજાસૂસીની જાળ ફેલાઇ છે. આરોપીઓ અધિકારીઓથી તવાઇથી બચવા હવે જાસૂસીકાંડને અંજામ આપી રહ્યા છે. ગુનેગારોની હિંમત એટલી હદે વધી ગઇ છે કે તેઓ GPS જેવા ઉપકરણો લગાવીને સરકારી વાહનોની જાસૂસી કરતા ખચકાઇ નથી રહ્યા. પાટણમાંથી સરકારી વાહનોમાં GPS ટ્રેકર ઝડપાયું છે.

GPS ટ્રેકર મળતા ખાણ ખનીજ વિભાગ દોડતું થયુ છે. GPS ટ્રેકર લગાડીને ભૂ-માફિયાઓ લોકેશન ટ્રેક કરતા હતા. ખાણ-ખનીજના અધિકારીઓએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો- કોરોનાથી ડરવાની નહી સતર્ક રહેવાની જરુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં દર 3 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરવા આપી સૂચના

મહત્વનું છે કે પંચમહાલ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના વાહનોની જાસૂસી કરી હતી. આ અંગે ખુલાસો થતાં કાર્યવાહી શરૂ થઇ છે અને 5 ઇસમોની ધરપકડ કરાઇ છે. તો બનાસકાંઠામાં પણ જાસૂસીકાંડનો પર્દાફાશ થતા અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો. પંચમહાલ અને બનાસકાંઠાની ઘટના તાજી જ હતી, ત્યાં પાટણમાં પણ જાસૂસીકાંડનો પર્દાફાશે સુરક્ષા વિભાગોને દોડતું કર્યું છે.

(with input-Sunil Patel)

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video