Gujarati Video : અમદાવાદના ખોખરા વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો, સ્થાનિક લોકોને પડી રહી છે હાલાકી
ચોમાસાની ઋતુ આવી ગઇ છે. અને અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. ખોખરા વોર્ડમાં આવેલી દક્ષિણી સોસાયટીમાં વધુ એક ભૂવો પડ્યો છે. દક્ષિણી સોસાયટીના મુખ્ય માર્ગ વચ્ચે મસમોટો ભૂવો પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ahmedabad : ચોમાસાની ઋતુ આવી ગઇ છે. અને અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. ખોખરા વોર્ડમાં આવેલી દક્ષિણી સોસાયટીમાં વધુ એક ભૂવો પડ્યો છે. દક્ષિણી સોસાયટીના મુખ્ય માર્ગ વચ્ચે મસમોટો ભૂવો પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે કોર્પોરેશનને જાણ થતા મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અને વધુ કામગીરી હાથ ધરાઇ છે.
પરંતુ સવાલ એ છે કે ક્યાર સુધી આ રીતે ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેશે? કારણ કે આ જ સોસાયટીમાં આ અગાઉ 3 માસ પહેલા 3 ભૂવા પડી ચૂક્યા છે. અને હવે, ફરી એક વાર ભૂવો પડ્યો છે. તો આમાં બેદરકારી કોની છે ? ગુણવત્તા વિનાના રોડ-રસ્તાની કામગીરીને લઇ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. શું કોન્ટ્રાક્ટરે રોડની કામગીરીમાં ગુણવત્તા વિશે ધ્યાન નથી આપ્યું ? જો વરસાદ પડે તો આ ભૂવાના કારણે કેટલીક દુર્ઘટના સર્જાઇ શકે છે. તંત્રએ આ વિશે ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.
