Gujarati video :મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ, કલાસ-1 અધિકારીની ઓળખ આપી મોરબીના વેપારીના 31.11 લાખ રૂપિયા પડાવ્યા

Gujarati video :મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ, કલાસ-1 અધિકારીની ઓળખ આપી મોરબીના વેપારીના 31.11 લાખ રૂપિયા પડાવ્યા

| Edited By: | Updated on: May 06, 2023 | 10:32 AM

Surat News : મોરબીના એક વેપારીએ કિરણ-માલિની પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે. કિરણ પટેલ (Kiran Patel)અને માલિની પટેલેે મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહાઠગ કિરણ અને માલિની પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. મોરબીના એક વેપારીએ કિરણ-માલિની પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાવી છે. કિરણ પટેલ (Kiran Patel)અને માલિની પટેલેે મોરબીના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં છે. જ્યારે માલિની પટેલને તાજેતરમાં જ જામીન મળ્યા છે.

આ પણ વાંચો-Gujarati video : જૂનાગઢમાં કરા સાથે કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને ભારે નુકસાન

GPCBનું લાયસન્સ અપાવવા લીધા હતા 42 લાખ

મળતી માહિતી પ્રમાણે કિરણ પટેલ અને માલિની પટેલે GPCBનું લાયસન્સ અપાવવાના નામે વેપારી પાસેથી 42 લાખ લીધા હતા. કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને આ ઠગ દંપતીએ રૂપિયા પડાવ્યા હતા. જો કે બાદમાં લાયસન્સ ન કરાવી માત્ર 11.75 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકીના 31.11 લાખ રૂપિયા પરત આપ્યા જ નહતા. ત્યારે કિરણ પટેલ અને માલિની પટેલે ભેગા મળીને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 06, 2023 10:28 AM