Breaking News : અમદાવાદના સીજી રોડ પર પુરઝડપે જતી કારનો અકસ્માત, ફરાર કાર ચાલકની ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video
અમદાવાદના સીજી રોડ પર પુરઝડપે જતી કારનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. વળાંક લેતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો.એક કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
Ahmedabad Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ વધુ એક સ્થળે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સીજી રોડ પર પુરઝડપે જતી કારનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. વળાંક લેતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો.
એક કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા.
ભાવનગર – સોમનાથ હાઈવે પર અકસ્માત
તો બીજી તરફ ભાવનગર – સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. જેમાં એક બાઈક ચાલકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરની બેદરકારીએ અકસ્મતા સર્જાયો હોવાનું સામે આવ્યું છે.