Breaking News: ભરઉનાળે કચ્છના રાપરમાં વીજળી પડતા યુવાનનું મોત, ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ,જુઓ VIDEO
હાલ રાજ્યમાં ફાગણમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે કચ્છના રાપરમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા એક યુવાનનું મોત નિપજ્યુ છે.
Kutch : કચ્છના રાપરમાં કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે. જાટાવાડના કાઢીધાર વાંઢમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા એક આશાસ્પદ યુવકનુ મોત થયુ છે. મહત્વનું છે કે ભરઉનાળે વીજળીના કારણે યુવકનુ મોત થતા હાલ પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
કમોસમી વરસાદ આફત લઈને આવ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 કલાક બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.તો દિવસ દરમિયાન લોકોને ભારે બફારાનો પણ અનુભવ થશે.
ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યો
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતભરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. તેમજ અમદાવાદમાં મોડી રાતથી તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. તો સાથે જ વહેલી સવારે પણ તીવ્ર ગતિએ પવન ફૂંકાયો. તો આ તરફ ગાંધીનગરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે ઠંડકનો અનુભવ થયો હતો.