અમદાવાદમાં ફરી એક વખત જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, મોત નોતરી શકે છે આવા સ્ટંટ, જુઓ video

| Edited By: | Updated on: Jun 25, 2023 | 12:59 PM

અમદાવાદમાં વારંવાર જોખમી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો અમદાવાદના સિંધુ ભવન રોડનો છે.

Ahmedabad: અમદાવાદમાં (Ahmedabad) વારંવાર જોખમી સ્ટંટ કરતા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. વાયરલ વીડિયો અમદાવાદના સિંધુ ભવન રોડનો  છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોપેડ ચાલક 2 યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો જોખમી સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પોલીસ આવા લોકો સામે જરૂરી પગલા લે તે જરૂરી છે. આ યુવાનોએ પકડાય નહી તે માટે મોપેડના નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરી છે.

આ પણ વાંચો Rain Breaking : અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી, જુઓ Video

આજનું યુવાધન સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા અને વ્યુઅર્સ વધારવા માટે કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. તો આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલેણ સાબિત થતા હોય છે. જોખમી સ્ટંટ કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોય છે. તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરવાનું લોકો બંધ કરતા નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો