દેશભરમાં કુખ્યાત ગુનેગારોના નેટવર્કને તોડવા NIAએ 8 રાજ્યોમાં 70થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કરાયેલી કાર્યવાહીમાં લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, દીપક ભાટી સહિતની ગેંગ પર સકંજો કસાયો છે. ત્યારે ગુજરાતના ગાંધીધામમાં લોરેન્સના સહયોગી કુલવિંદરના સ્થળો પર NIAએ કાર્યવાહી કરી હતી. NIAની ટીમે ગાંધીધામથી એક યુવકની પૂછપરછ હાથ ધરી હતી. જો કે પુછપરછ માટે બોલાવાયેલા શખ્સ પાસેથી કંઈ જ શંકાસ્પદ માહિતી મળી શકી નથી.
ગુજરાતના ગાંધીધામમાં લોરેન્સના સહયોગી કુલવિંદરના સ્થળો પર NIAએ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત ગાંધીધામના એક યુવકને SOG ઓફિસે લાવી 4 કલાકથી વધુ સમય પૂછપરછ કરાઇ હતી. વિવિધ મુદ્દાઓને લઇને તપાસ બાદ કાઇ શંકાસ્પદ બાબતો સામે આવી નહીં. પૂછપરછ કરી શંકાસ્પદ યુવકને છોડી દેવાયો હતો. લોરેન બિશ્નોઈ ગેંગ સાથે તાર હોવાની શંકાના આધારે કિડાણા નજીકથી યુવાનની સવારે અટકાયત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ટેરર ફંડિગ અને હથિયારોની તસ્કરી મામલે NIA તપાસ કરી રહી છે. દેશના 8 રાજ્યોમાં 70 સ્થળોએ NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને નીરજ બવાનાની પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.