પાણીની પારાયણ : લખતર તાલુકાના વરસાણી ગામે 10 દિવસથી પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ

|

May 16, 2022 | 1:12 PM

લખતર તાલુકાના વરસાણી ગામે છેલ્લા દસ દિવસથી પાણી (Water) પુરવઠાની લાઈનમાંથી સમ્પમાં પાણી નહીં આવતું હોવાથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Surendranagar News : ઉનાળાની (Summer) શરૂઆત થયાના થોડા દિવસો બાદ પાણીનો (Water Crisis) પોકાર શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વરસાણી ગામના (Varsani Vilaage) લોકો ભર ઉનાળે પીવાનું પૂરતું પાણી નહિ મળતા પરેશાન થયા છે. હાલ સ્થિતિ એટલી વણસી છે કે લોકો હિજરત કરવા મજબુર બન્યા છે, અનેક વખત રજુઆત છતા આ અંગે અત્યાર સુધીમાં અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકાર કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સમ્પમાં પાણી ન આવતું હોવાથી ગામ લોકોમાં રોષ

લખતર તાલુકાના વરસાણી ગામે છેલ્લા દસ દિવસથી પાણી પુરવઠાની લાઈનમાંથી સમ્પમાં પાણી નહીં આવતું હોવાથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.પશુને પાણી પીવાના અવાડા ખાલી રહેતા તળાવનું પાણી ઢોરને પણ પીવાલાયક ન હોવાથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત જો આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગામ લોકોએ હિજરતની ચીમકી ઉચ્ચારી છે.તમને જણાવી દઈએ કે, લખતર તાલુકાના વરસાણી ગામમાં આવતી પાણી પુરવઠા વિભાગની (Water Supply Department) પાણીની પાઇપલાઈનમાં આવતું પીવાનું પાણી છેલ્લા દસ દિવસથી બંધ છે.

પાણી પાઇપલાઈન(Water Pipiline)  રિપેર કર્યા પછી બે હજાર નાગરિકોની વસ્તી ધરાવતા ગામના સમ્પમાં એક ઘરના નળમાં આવે તેટલું પાણી સમ્પમાં આવે છે. વરસાણી ગામના તળાવમાં પડેલું ડેડ વોટર પશુને પણ પીવાના કામમાં આવે તેવું નથી. પશુના પાણી પીવાના અવાડા પણ ખાલીખમ રહે છે. ‘નલ સે જલ તક’ યોજના નીચે નવો સમ્પ બનાવી આપ્યો છે પણ હજી તેનું લોકાર્પણ બાકી હોવાથી હાલત કફોડી છે. આવી જ પરિસ્થિતિ રહી તો ગામ લોકોએ ઉનાળાની સિઝન સુધી હિજરત કરી અન્ય ગામમાં રહેવા જવા મજબુર બની રહ્યા છે.

 

Published On - 1:11 pm, Mon, 16 May 22

Next Video