સુરેન્દ્રનગર: પાણી માટે વલખાં ! નાની કઠેચી ગામે પાણી માટે પડાપડી થતા અધિકારીઓ એક્શનમાં

ટેન્કરમાંથી પાણી માટે પડાપડી મામલે હાલ અધિકારીઓ ગામમાં દોડી ગયા છે.લીંબડીના નાની કઠેચી ગામે ટેન્કર માટે પડાપડીને પગલે પ્રાંત અધિકારી, મામલતદાર અને પાણી પુરવઠાના અધિકારીએ(Water Supply Officer) મુલાકાત કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 14, 2022 | 2:17 PM

સામાન્ય રીતે દરવખતે ઉનાળામાં(Summer)  સુરેન્દ્રનગરના(Surendranagar)  લોકોએ પાણી માટે વલખાં મારવા પડે છે. પાણીની અછતના પગલે લોકોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જો કે કાળઝાળ ગરમીમાં ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકોની રીતસરની પડાપડી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, તંત્રએ (Surendranagar Corporation) ટેન્કર ફાળવવામાં આવ્યા છે,પરંતુ પુરતુ પાણી ન હોવાના કારણે ગ્રામજનો એક બેડાં પાણી માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાઈ રહ્યા નથી.ગામના લોકો દરરોજ અંદાજે 15 હજારનું પાણી વેચાતુ મંગાવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ પુરતા ટેન્કર ફાળવવા હાલ તંત્ર પાસે માંગ કરી છે.

પાણી માટે પડાપડી મામલે હાલ અધિકારીઓ ગામમાં દોડી ગયા

જો કે ટેન્કરમાંથી પાણી માટે પડાપડી મામલે હાલ અધિકારીઓ ગામમાં દોડી ગયા છે.લીંબડીના નાની કઠેચી ગામે ટેન્કર માટે પડાપડીને પગલે પ્રાંત અધિકારી, મામલતદાર અને પાણી પુરવઠાના અધિકારીએ(Water Supply Officer) મુલાકાત કરી હતી.ગ્રામજનોએ પાણી મામલે ઉગ્ર રોષ સાથે રજૂઆત કરી પણ કરી છે.

હવે ત્રણ ના બદલે 6 ટેન્કર પાણી પહોંચાડવામાં આવશે

ગ્રામજનોએ કેટલાક લોકો ગેરકાયદે પાણી લેતા હોવાની પણ ફરિયાદ કરી રહ્યા છે.સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કરમાં પણ વધારો કરવામાં આવે.જેથી સ્થિતિને ધ્યાને લેતા હાલ તંત્ર દ્વારા દરરોજ ત્રણ ના બદલે 6 ટેન્કર પાણી પહોંચાડવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati