ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી શરુ થતા પહેલા વિવાદ, NSUIએ બોગસ મતદાર યાદી તૈયાર કરાયાની કરી પોલીસ ફરિયાદ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની (HNGU) સેનેટની ચૂંટણીનું આજે મતદાન થવા જઇ રહ્યુ છે. ત્યારે મતદાન શરુ થયુ તે પહેલા જ NSUIએ આક્ષેપ કર્યો હતો કે, બોગસ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. મતદારોની યાદીમાં છબરડા કરવામાં આવ્યા છે.
આજે પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું મતદાન છે. 20 બેઠકો માટે 50 ઉમેદવારો મેદાને છે. 18 ડિસેમ્બરે મતગણતરી થવાની છે.. પરંતુ મતદાનના એક દિવસ પહેલા જ ચૂંટણી વિવાદમાં આવી હતી. ગઈકાલે એટલે કે 15 ડિસેમ્બરના રોજ NSUIના આગેવાનોએ બોગસ મતદાર યાદી તૈયાર કરાયાની જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નોંધ ન લેવાતા કુલપતિની ચેમ્બર બહાર વિરોધ કરીને ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.
સેનેટની ચૂંટણીના મતદાન પહેલા વિવાદ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે મતદાન થવા જઇ રહ્યુ છે. ત્યારે મતદાન શરુ થયુ તે પહેલા જ NSUIએ આક્ષેપ કર્યો હતો કે, બોગસ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. મતદારોની યાદીમાં છબરડા કરવામાં આવ્યા છે. ક્યાંક બાળકોનો ફોટો જોવા મળ્યો છે. તો ક્યાંક નામમાં પણ ભુલ હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે NSUIએ કુલપતિને રજુઆત કરી છે. સાથે જ તપાસ માટે એક પોલીસ અરજી પણ આપી છે.
1000 મતદારો બોગસ હોવાનો આરોપ
આર્ટ્સ વિભાગના 3200માંથી 1000 મતદારો બોગસ હોવાની NSUIએ પોલીસને જાણ કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે વિવિધ કૉલેજોમાંથી વિદ્યાર્થીઓના ડેટા, પ્રાઈવસીની ચોરી થઈ છે. NSUI પ્રમાણે, 2021ની જન્મતારીખ હોય તેવા લોકોનું પણ મતદાર યાદીમાં નામ જોવા મળ્યું છે. અનેક મતદારોની જન્મતારીખ, સરનામા, ફોટા અને નામ અલગ હોય તેવી પણ અનેક ભૂલો છે.
(વિથ ઇનપુટ-સુનીલ પટેલ, પાટણ)
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
