Gujarat Assembly Election 2022: ગુજરાતમાં કોંગ્રેસ પણ ભાજપના માર્ગે, ચૂંટણી હારેલા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય
ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ (Congress) પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે.
રાજસ્થાનના ઉદેપુરમાં મળેલી કોંગ્રેસની (Congress) ચિંતન શિબિરનો છેલ્લો દિવસ છે. ત્યારે ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સંબોધન કરી શકે છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) નો જંગ જીતવા હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ બે-ત્રણ વખત હારેલા કોંગ્રેસના ઉમેદવારોને ફરી ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસની નેતાગીરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા મહત્તમ દાવેદારોને ચૂંટણીના મેદાને ઉતારશે.
ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે. કોંગ્રેસના ત્રિદિવસીય ચિંતન શિબિરના પ્રથમ દિવસે શુક્રવારે જ્યાં પાર્ટીમાં ઘણા મોટા સુધારાની ચર્ચા કરવામાં આવી હતી તો શનિવારે પણ ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ ચિંતન શિબિરમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
ચિંતન શિબિરમાં પાર્ટી સંગઠનાત્મક સુધારા અને ફેરફારોની ચર્ચા કરી રહી છે. પરંતુ પહેલીવાર પાર્ટીને એ પણ અહેસાસ થયો છે કે મોદીના આ યુગમાં હવે નહેરુ-ગાંધીની મદદથી તે ચૂંટણીની સીડી પાર કરી શકશે નહીં. તેના માટે તેણે હવે ભૂતકાળ અને ઈતિહાસના પાના ફેરવવા પડશે જે પૃષ્ઠભૂમિમાં છુપાયેલા હતા. તો આ સાથે જ ચિંતન શિબિરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ બે-ત્રણ વખત હારેલા કોંગ્રેસના ઉમેદવારોને ફરી ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવાન અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. હાલમાં કોંગ્રેસ નેતૃત્વમાં આંતરિક મતભેદો છે. આ વિખવાદો વચ્ચે ઉમેદવાર પસંદગીના મુદ્દે કોંગ્રેસે કરેલા કડક નિર્ણયથી પાર્ટી માટે લડતા યુવાનોને વધુ તક મળશે.