Gujarat VIDEO : ISIS સાથે જોડાયેલા છે વડોદરાની યુવતીના તાર ! શંકાના આધારે NIA એ કરી પુછપરછ
ISIS સાથે યુવતીના તાર જોડાયા હોવાની શંકાને આધારે પુછપરછ થઈ રહી છે. મહત્વનું છે કે અગાઉ પણ NIA ની ટીમ યુવતીની પુછપરછ કરી ચુકી છે.
NIA દ્વારા યુવતીની પુછપરછ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ફતેહગંજ વિસ્તારની યુવતીની NIA દ્વારાપુછપરછ કરવામાં આવી . ISIS સાથે યુવતીના તાર જોડાયા હોવાની શંકાને આધારે પુછપરછ થઈ રહી છે. મહત્વનું છે કે અગાઉ પણ NIA ની ટીમ યુવતીની પુછપરછ કરી ચુકી છે.
NIA ટીમની તપાસનો ધમધમાટ
તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં થયેલા ધર્માંતરણ મામલે પણ વડોદરામાં NIA ટીમે ધામા નાખ્યા છે. અગાઉ ગૌતમ અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી હતી. હવે NIA ની ટીમ વડોદરામાં સલાઉદ્દીન શેખના ઘરે પહોંચી હતી.મહત્વનુ છે કે સામાજિક સંસ્થાના નામે ધર્માંતરણ માટે ફન્ડિંગ થતુ હતું.
ફતેહગંજના શાહીન બંગલામાં 7 જેટલા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.અધિકારીઓએ સવારે 10 થી બપોરે 3 સુધી તપાસ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પરિવારે ફંડ આપ્યું હતું જેના મામલે તપાસ થઈ હતી.
Published on: Feb 18, 2023 08:05 AM
Latest Videos