Narmada: પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક નર્મદાનો પ્રવાહ વધતા ફસાયા, NDRFએ રેસક્યુ કરી બહાર નિકાળ્યા, જુઓ Video

|

Sep 17, 2023 | 6:57 PM

રાજ્યમાં મેઘસવારીએ ધડબટાડી કરી દીધી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં શિક્ષક અને બાળકોને શાળામાંથી રેસક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા હતા. નાંદોદ માંગરોળ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ફસાયા હતા. NDRF ની ટીમ બચાવ માટે પહોંચી હતી. જેમણે તમામ બાળકો અને શિક્ષકને સહી લામત રીતે રેસક્યુ કરીને બહાર નિકાળ્યા હતા.

આ પણ વાંચોઃ Aravalli: મેઘરજમાં બેંકમાંથી પૈસા ઉપાડી નિકળેલ ખાનગી ફાયનાન્સના કર્મચારી પાસેથી 12.60 લાખ તફડાવી શખ્શ ફરાર, જુઓ Video

પાણીનો પ્રવાહ વધવાને લઈ શાળામાં જ શિક્ષક અને વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. નર્મદા નદીના પાણી કેટલાક નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નદી કાંઠાની શાળામાં રહેલા 5 શિક્ષકો અને 10 વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ જવા પામ્યા હતા. જેમને રેસક્યૂ કરીને બહાર નિકાળાતા હાશકારો થયો હતો. આવી જ રીતે એક સંત અને તેમના શિષ્યો પણ નિચાણવાળા વિસ્તારમાં ફસાઈ જવા પામ્યા હતા. જેમને પણ બહાર નિકાળવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:19 pm, Sun, 17 September 23

Next Video