Navsari : લંડનમાં સ્થાયી થયેલી દિકરીની અનોખી દેશભક્તિ,ચારેય દિશાઓમાં લહેરાવશે ત્રિરંગો

|

Aug 14, 2022 | 11:19 AM

યાત્રા દરમિયાન ભારૂલતા કેન્સર (Cancer) રોગ વિશે જાગૃતિ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના સંદેશને પણ લોકો સુધી પહોંચાડશે.

Navsari : લંડનમાં સ્થાયી થયેલી દિકરીની અનોખી દેશભક્તિ,ચારેય દિશાઓમાં લહેરાવશે ત્રિરંગો
Azadi Amrit Mahotsav 2022

Follow us on

નવસારીના (Navsari) જલાલપોર તાલુકાના આટ ગામની દિકરી અને લંડનમાં (london) સ્થાયી થયેલી સાહસિક મહિલા ભારૂલતા કાંબલે પોતાની કાર દ્વારા વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી ચુકી છે, ત્યારે આ વખતે તે પોતાના બે દિકરાઓ સાથે અનોખા અંદાજમાં દેશની આઝાદીની (Azadi Amrit Mahotsav) ઉજવણી કરવા જઇ રહી છે. ભારૂલતા દેશની આઝાદીમાં બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પવા સાથે જ દેશના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી પહોંચી ભારતનો ત્રિરંગો લહેરાવશે.

પૂર્વ-પશ્ચિમ છેડાઓ સુધી ભારતનો ત્રિરંગો લહેરાવશે

યાત્રા દરમિયાન ભારૂલતા કેન્સર રોગ વિશે જાગૃતિ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના સંદેશને પણ લોકો સુધી પહોંચાડશે.આશરે 65 હજાર કિમીનું અંતર ભારૂલતા 5 મહિનામાં પૂર્ણ કરશે. ભારૂલતાની આ યાત્રાનો કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ (Ramdas Athawale) લી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઠેર-ઠેર ઉજવણી

રાજ્યમાં આજે ઠેર-ઠેર જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી અને તિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ગાંધીનગરમાંપણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) અને શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં તિરંગો લહેરાવામાં આવ્યો હતો. તો મહીસાગરમાં કેન્દ્રિય પ્રધાન અર્જુનરામ મેઘવાલ કુબેર ડિંડોરના ઘરે ગયા હતા અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો. તો મહેસાણાના વિજાપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Paatil) રેલી કરી હતી. તો અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત NCC કેડેટની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી. જ્યાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

Next Video