Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે ગુજરાતમાં લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું (Rain) જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 11:24 AM

હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ (Monsoon 2022) રહેવાની આગાહી આપી છે. જે અંતર્ગત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છવાયો છે. મંગળવારથી બુધવાર સવાર સુધીમાં ગુજરાતમાં વલસાડ (Valsad) , નવસારી, ડાંગ, સુરત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

વલસાડમાં ભારે વરસાદ

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડતા ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં તો મધરાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ઉકરાટથી રાહત મળી હતી.

નવસારી, ડાંગ, પંચમહાલમાં વરસાદ

તો નવસારી શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે વરસાદ થતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. તો બીજી તરફ ભાદરવા મહિનામાં વરસાદી માહોલ રહેતા ગણેશ મંડળના આયોજકોમાં ચિંતા વ્યાપી છે. તો પંચમહાલ જિલ્લામાં હાલોલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ હાલોલ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે.. બીજીતરફ અમદાવાદમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે.. હાલમાં 35 ડિગ્રી તાપમાન છે.. જે વધીને 37 ડિગ્રીએ પહોંચશે.. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો-છવાયો વરસાદ પડવાની પણ આગાહી છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">