Navsari : વડાપ્રધાનના પ્રવાસ અગાઉ સુરક્ષાવ્યવસ્થા સઘન બનાવાઈ, 16 IPS અધિકારી સહીત 250થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે

|

Jun 09, 2022 | 12:32 PM

નવસારી જિલ્લાના ખુડવેલ ગામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ચાર લાખથી વધુ લોકો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) નવસારી(Navsari)જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે એને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે તંત્ર કામે લાગી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની મુલાકાતને લઇને સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત સાડા ચાર લાખ લોકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉમટી પડવાના છે તેને ધ્યાને રાખીને સુરક્ષામાં કચાશ ન રહી જાય એને ધ્યાને રાખીને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 16 આઇપીએસ અધિકારીઓ 32 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ 32 પીઆઇ અને 191 પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ સુરક્ષામાં જોડાવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લામાં ૧૫૦ કરોડના જનહિતના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જિલ્લાના બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હોવાને લઈને ચપટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા ૭૦ જેટલા વાહનો પેટ્રોલિંગમાં ગોઠવી દેવામાં આવ્યા છે સાથે એનએસજી અને ચેતક કમાન્ડો પણ ઘોડેસવારોને લઈને સુરક્ષા વ્યવસ્થામાં કામે લાગી ગયા છે.

નવસારી જિલ્લાના ખુડવેલ ગામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના ચાર લાખથી વધુ લોકો માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ સો કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાતના મુખ્યમંત્રી 10 જૂનના રોજ આવી રહ્યા છે જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું છે.

 

Published On - 12:32 pm, Thu, 9 June 22

Next Video