Navsari : 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના 750થી વધુ કર્મચારીઓએ હડતાળ ઉપર ઉતર્યા, જાણો શું છે મામલો

|

May 19, 2022 | 7:53 AM

ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની બે મહિલા આરોગ્ય કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ(sunspend) કરાતા આરોગ્ય કર્મચારીઓ નારાજગી વ્યક્ત કરી હતી. મહિલા આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

નવસારી(Navsari)ના 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના 750થી વધુ કર્મચારીઓએ (Health Worker)હડતાળ પર બેસી જતા દોડધામ મચી જવા પામી છે. મહિલા આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાં આરોગ્ય કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ચીખલીમાં એક ગર્ભવતી મહિલાને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હોવાના આક્ષેપ થયા હતા. આ મામલે પરિજનોએ મહિલા આરોગ્યકર્મી પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા જે પછી તેમને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનના વિરોધમાં કર્મચારીઓએ ઉગ્ર આંદોલન છેડ્યુ છે.કર્મચારીઓની માંગ સાથે કહ્યુ છે કે જ્યાં સુધી આરોગ્ય કર્મીઓને પરત ન લેવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની બે મહિલા આરોગ્ય કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ(sunspend) કરાતા આરોગ્ય કર્મચારીઓ નારાજગી વ્યક્ત કરી હતી. મહિલા આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. કર્મચારીઓને સસ્પેનશન આપવાની ઘટના બાદ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી હતી .જિલ્લાના 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા બેસી ગયા હતા. આરોગ્યકર્મીને સગર્ભા માતાઓની નોંધણી ન કરી લાભથી વંચિત રાખી હોવાના આક્ષેપ સાથે ફરજ મોકૂફ કરાયા છે. આ હુકમ પરત ન લેવાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ઉપર રહી રોષ વ્યક્ત કરશે. હડતાળની અસર આરોગ્યલક્ષી સેવાઓ ઉપર ન પડે તે માટે આરોગ્ય વિભાગે પણ દોડધામ શરૂ કરી છે. કર્મચારીઓ સસ્પેનશન પરત લેવાની માંગ ઉપર મક્કમ બન્યા છે તો સરકાર પણ ઝૂકવાના મૂડમાં દેખાતી નથી ત્યારે મામલે આજે શું નિર્ણય લેવાય છે તે ઉપર તમામની નજર બની છે.

Next Video