Navsari : ધોલાઈ બંદર ઉપરથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી મરીન પોલીસે 8 શંકાસ્પદોની કરી અટકાયત

Navsari : ધોલાઈ બંદર ઉપરથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી મરીન પોલીસે 8 શંકાસ્પદોની કરી અટકાયત

| Edited By: | Updated on: Jan 04, 2023 | 8:08 AM

પોલીસે કુલ 13 બેરલમાંથી જ્વલનશીલ પદાર્થ અને બોટ સાથે કુલ 27 લાખથી વધુની કિંમતનો જ્વલનશીલ પદાર્થ ઝડપી લીધો હતો. તેમજ 8 લોકોની અટકાયત કરી હતી.

નવસારી જિલ્લાના ધોલાઈ બંદર ખાતે મરીન પોલીસ સ્ટેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને ધોલાઈ બંદર ખાતેથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો મોટી માત્રમાં ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કુલ 13 બેરલમાંથી જ્વલનશીલ પદાર્થ અને બોટ સાથે કુલ 27 લાખથી વધુની કિંમતનો જ્વલનશીલ પદાર્થ ઝડપી લીધો હતો. તેમજ 8 લોકોની અટકાયત કરી હતી. જેમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે

પોલીસે બાતમીને આધારે ઝડપ્યો જથ્થો

પ્રાથમિક માહિતી બહાર આવી છે તે અનુસાર પોલીસને બાતમીદારો દ્વારા બાતમી મળી હતી અને તે પ્રમાણે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં ધોલાઈ બંદર ઉપરથી આ જથ્થો ઝડપાયો હતો. પોલીસે આ ઘટનામાં 8 લોકોની અટકાયત પણ કરી હતી. પોલીસે આ તમામની પૂછપરછ હાથ ધરી છે કે આ લોકો જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવ્યા હતા અને તેને ક્યાં પહોંચાડવાનો હતો. પોલીસની પૂછપરછમાં વધારે વિગતો બહાર આવી શકે છે.

સુરક્ષાની દ્રષ્ટિએ સતત થાય છે ચોકિંગ

નવસારી જિલ્લામાં ધોલાઈ બંદર અને દરીયાઇ કાંઠા વિસ્તારમાં આવેલું છે. અહીં  સતત પોલીસની વોચ રહેતી હોય છે ગુજરાતમાં 1660 કિલોમીટર  લાંબા દરિયાકિનારા પૈકી નવસારી જિલ્લામાં 54 કિલોમીટર જેટલો લાંબો દરીયા કિનારો આવેલો  છે. આ કિનારા ઉપર ધોલાઈ ગામે બંદર આવેલું છે અને ગણદેવી, જલાલપોર સહિત કાંઠા વિસ્તારમાં મેધર, ભાટ, દાંડી, ઓજલ, બોરસી માછીવાડ, ઉભરાટ, અમલસાડ, માસા, મોવાસા, વાડી કોથા જેવા અનેક ગામો આવેલા છે. દરિયાઈ માર્ગે આતંકી ગતિવિધિઓને રોકવા, તેમજ જુદી-જુદી એજન્સીઓની સતર્કતા ચકાસવાનાં ભાગરૃપે સમયાંતરે અહીં  સઘન ચેકિંગ થતું હોય છે.