Accident Video: સુરતથી નવસારી હાઈવે પર જઈ રહેલો કન્ટેનર ટ્રક નદીમાં ખાબક્યો, ચાલકનો ચમત્કારીક બચાવ
ચાલકનો ચમત્કારીક બચાવ

Follow us on

Accident Video: સુરતથી નવસારી હાઈવે પર જઈ રહેલો કન્ટેનર ટ્રક નદીમાં ખાબક્યો, ચાલકનો ચમત્કારીક બચાવ

| Edited By: | Updated on: Aug 13, 2023 | 4:52 PM

Navsari Container truck Accident Video: અમદાવાદથી મુંબઈ જવા નિકળેલ ટ્રક કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. સુરતથી આગળ નિકળીને મીંઢોળા નદીના પુલ પરથી પસાર થવા દરમિયાન ટાયર ફાટવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

 

સુરતથી નવસારી નેશનલ હાઈવે પર જઈ રહેલ એક ટ્રક કન્ટેનર અકસ્માતે નદીમાં ખાબક્યુ છે. નવસારી જિલ્લાની હદમાં આ ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. અમદાવાદથી મુંબઈ જવા નિકળેલ ટ્રક કન્ટેનરને અકસ્માત નડ્યો હતો. સુરતથી આગળ નિકળીને મીંઢોળા નદીના પુલ પરથી પસાર થવા દરમિયાન ટાયર ફાટવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

અચાનક ટાયર ફાટવાને લઈ ટ્રક કન્ટેનરના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને લઈ ટ્રક કન્ટેનર હાઈવે પરથી મીંઢોળા નદીમાં નીચે જઈને ખાબક્યુ હતુ. જોકે સદનસીબે કન્ટેનરના ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માત સર્જાવાને લઈ સ્થાનિક પોલીસ અને અન્ય સ્થાનિક લોકો દોડી આવતા ચાલકને નદીમાંથી બહાર સલામત રીતે નિકાળીને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલી આપ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈ સ્થાનિક પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

 

આ પણ વાંચોઃ  USA ગેરકાયદેસર જવાની ઘેલછામાં પાસપોર્ટ એજન્ટને આપ્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરતા 4 સામે ફરિયાદ

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 13, 2023 04:52 PM