રાજકોટ: બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં દિલ્હીની મહિલા સહિત બે ટ્રસ્ટીની ધરપકડ, માર્કશીટ સહિતનો મુદ્દામાલ જપ્ત

|

May 17, 2022 | 11:24 AM

દિલ્હી ઓફિસથી ક્રાઇમ બ્રાન્ચે વેરિફિકેશન લેટર અને માર્કશીટ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Rajkot News : દેશ વ્યાપી ધોરણ 12ના સર્ટીફિકેટનું કૌભાંડમો પર્દાફાશ  થયા બાદ પોલીસ (Rajkot Police) એક્શનમાં આવી છે.દિલ્હીની (Delhi) મહિલા સહિત બે ટ્રસ્ટીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા ટ્રસ્ટીઓના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા છે.દિલ્હી ઓફિસથી ક્રાઇમ બ્રાન્ચે વેરિફિકેશન લેટર અને માર્કશીટ (Marksheet) સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.57 માંથી 3 શાળા ગુજરાત બાકીની 54 શાળા ક્યાં રાજ્યની તેને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચે નકલી સર્ટિફીકેટનું રેકેટ પકડી પાડ્યું હતુ

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે નકલી સર્ટિફીકેટ (Bogus Certificate) બનાવવાનું રેકેટ પકડી પાડ્યું હતુ. નાના મૌવા રોડ પર PGVCLની ઓફિસ પાસે માધવ કોમ્પલેક્ષમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા હતા. જેમાં SEIT એજ્‍યુકેશન નામની ઓફિસમાં તપાસ કરી તો સરકારની માન્યતા વગર ગેરકાયદે ITI અને ડિપ્લોમાં ડિગ્રી કોર્સના નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં જયંતિ સુદાણી નામના આરોપીની અગાઉથી જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ડમી વિદ્યાર્થી દ્વારા કૌંભાડનો પર્દાફાશ કર્યો

જેમાં એક ડમી વિદ્યાર્થી(Dummy Student)  મોકલીને સર્ટિફિકેટ માટે વાત કરી હતી,તે દરમિયાન ઓફીસમાં હાજર આરોપી જયંતિએ 2008ની સાલનું મિકેનિકલ ફિટરનું સર્ટિફિકેટ કાઢી આપવા તૈયારી પણ બતાવે છે અને આ માટે 15 હજાર રૂપિયાની માગણી પણ કરે છે. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી આરોપી જયંતિએ પોતાને પ્રિન્સિપાલ દર્શાવતો સ્‍ટેમ્‍પ પણ મારી આપ્યો. આ મામલે હવે આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.આ પહેલા પણ આ પ્રકારના નકલી સર્ટિફિકેટ કૌભાડ મળી આવ્યા છે.ત્યારે હાલ વધતા જતા આવા કૌંભાડને કારણે વિદ્યાર્થીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.

Published On - 11:21 am, Tue, 17 May 22

Next Video