Vadodara Video : વડોદરા પોલીસ તપાસમાં ‘આર્મી ઓફ મહેંદી ગ્રુપ’ના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ, ગ્રુપના 20 એક્ટિવ મેમ્બરની પોલીસે પુછપરછ હાથ ધરી
વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં આર્મી ઓફ મહેંદી ગ્રૂપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ગ્રૂપના સભ્યો સમગ્ર રાજ્યમાં છે. જેમાં વિધર્મી કપલ અંગેની માહિતી આયોજનપૂર્વક રાજ્ય વ્યાપી નેટવર્કમાં ફેલાવવામાં આવે છે.ફૂડ ડિલિવરી બોય અને ખાણી પીણીના લારી વાળાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવે છે.
Vadodara : વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં આર્મી ઓફ મહેંદી ગ્રુપના રાજ્યવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ગ્રૂપના સભ્યો સમગ્ર રાજ્યમાં છે. જેમાં વિધર્મી કપલ અંગેની માહિતી આયોજનપૂર્વક રાજ્ય વ્યાપી નેટવર્કમાં ફેલાવવામાં આવે છે. ફૂડ ડિલિવરી બોય અને ખાણી પીણીના લારી વાળાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવે છે.
આ પણ વાંચો : Vadodara: વડોદરામાં CM આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 7.67 લાખ પડાવનાર ભેજાબાજ ઝડપાયો, જુઓ Video
કોઈ પણ મુસ્લિમ યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગ્રૂપમાં મેસેજ નાખવામાં આવતો. બાઇક અથવા કારના નંબરના આધારે મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓળખ કરવામાં આવતી. વડોદરા પોલીસને એક મોબાઈલમાંથી ડીલીટ કરી દેવાયેલી આર્મી ઓફ મહેંદી ગ્રૂપની આખી ચેટ મળી આવી. પોલીસને વાંધાજનક ચેટ, ઓડિયો મેસેજ અને અનેક વિડીયો મળ્યા. આ ગ્રુપના 20 એક્ટિવ મેમ્બરની પોલીસ પૂછપરછ કરી રહી છે. ગ્રુપ સાથે સંકળાયેલા કોઈપણ મેમ્બરની ગુનાહિત સંડોવણી બહાર આવશે તો તેમની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
ગોત્રી પોલીસે એક મોટા ષડયંત્રની ગંધ આવતા હવે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીઓની પૂછપરછ અને મોબાઇલ ગ્રુપની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. મોબાઇલ ગ્રુપની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ સૌપ્રથમ ‘આર્મી ઓફ મહેંદી ગ્રુપ’ બનાવ્યું હતું. આ ગ્રુપ 4 મહિના સુધી એક્ટિવ રહ્યું હતું, જેમાં 550 સભ્યો હતા, 4 મહિના બાદ ‘મહેંદી ગ્રુપ’ ડિલીટ કરીને નવું ‘લશ્કરે આદમ’ ગ્રુપ બનાવાયું, જેમાં 350 જેટલા એક્ટિવ સભ્યો હોવાનુ સામે આવ્યું છે.
આ ગ્રુપના 20 એક્ટિવ મેમ્બરની પોલીસે હાથ ધરી પૂછપરછ
આર્મી ઓફ ગ્રુપનું નામ અત્યારે બદલીને લશ્કર એ આદમ કરી દેવાયું છે. આ તરફ પોલીસને જે ગ્રુપ ચેટ અને ઓડિયો મેસેજ મળ્યા છે તેમાં પણ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ગ્રુપના લોકો મુસ્લિમ યુવતી સાથે અન્ય ધર્મનો યુવક દેખાય તો તેમનો પીછો કરતા અને ગ્રુપમાં ઓડિયો મેસેજ છોડી અન્ય સભ્યો પાસે મદદ માગતા. ગ્રુપના સભ્યોએ મદદ માગ્યા બાદ તેમને માર્ગદર્શન પણ અપાતું. યુવક યુવતીને કઇ રીતે અને કઇ જગ્યાએ અટકાવવા તે પણ જણાવવામાં આવતુ.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો