કથાકારનું કામ હોય છે સમાજમાં એકતા અને સદભાવ જાળવી રાખે..પરંતુ આવા પદ પર બિરાજમાન વ્યક્તિ જ્યારે વાણીવિવાસ કરી કોઈ સમાજની લાગણીને ઠેંસ પહોંચાડે ત્યારે સમાજમાં વાતાવરણ ડહોળાય છે. રાજુગીરી બાપુએ ઠાકોર-કોળી સમાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરતા કોળી સમાજમાં રોષ છે. સાવરકુંડલા ખાતે કથાકારના નિવાસસ્થાન પર કોળી સમાજના આગેવાનો સહિતના લોકો એકઠા થયા અને માગણી કરી કે રાજુગીરી બાપુ માફી માગે. કોળી સમાજના આગેવાનો કથાકારને માફીનો શરતો પણ કહી
સાવરકુંડલા કોળી સમાજના અગ્રણી વલ્લભભાઇ ઝીઝુવાડિયાએ માફીની શરતો જણાવી કે પાંચ વર્ષ સુધી તેમણે વ્યાસપીઠ પર ન બેસવુ અને બંધારણમાં લખેલુ છે એ મુજબ સરકાર એમને કડકમાં કડક સજા કરે.
આ તરફ પોતાના જીભમાંથી નીકળેલા વેણ બદલ રાજુગીરીબાપુએ કોળી સમાજ સમક્ષ બે હાથ જોડીને માફી માગી. કથાકારે પોતાનાથી ભૂલ થયાની કબૂલાત કરી અને રડતા રડતા બન્ને હાથ જોડીને આગેવાનો સમક્ષ માફી માગી. રાજુગીરી બાપુએ રડતા-રડતા કોળી સમાજને માફી આપવા માટે વિંનતિ પણ કરી. તેમણે આજીજી કરી કે જેટલીવાર કહે એટલીવાર હું માફી માગવા તૈયાર છુ સમાજ મારી માફીનો સ્વીકાર કરે અને મને માફ કરે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો