નર્મદા વિડીયો : ચૈતર વસાવાને આગામી લોકસભા ચૂંટણી લડતા અટકાવવા ભાજપ સરકારે ખોટા કેસ કર્યા છે : વર્ષા વસાવા

નર્મદા વિડીયો : ચૈતર વસાવાને આગામી લોકસભા ચૂંટણી લડતા અટકાવવા ભાજપ સરકારે ખોટા કેસ કર્યા છે : વર્ષા વસાવા

| Edited By: | Updated on: Nov 29, 2023 | 7:42 AM

વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી

નર્મદા : વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે તેમ વર્ષાબેન વસાવાએ કહ્યું હતું.

મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી માટે તેમને ફસાવવામાં આવ્યા છે. તેમને ઉમેર્યું હતું કે ચૈતરભાઈના બીજા પત્ની શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી છતાં તેઓ જેલમાં છે.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો