Narmada: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 49 સેમીનો વધારો, નર્મદા ડેમનું જળસ્તર વધીને 123.44 મીટર થયું

|

Jul 23, 2022 | 10:29 AM

રાજ્યમાં ચોમાસાના (Monsoon 2022) પગલે સાર્વત્રિક મેઘમહેર થઇ રહી છે. જેના પગલે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

ગુજરાતની (Gujarat) જીવાદોરી સમાન નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની આવક વધી છે. બીજી તરફ ઉપરવાસમાં પણ સારા એવા વરસાદના (Rain) પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Dam) જળસપાટી 123.44 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 79 હજાર 705 ક્યુસેક છે.

ડેમની જળસપાટીમાં 49 સેન્ટીમીટરનો વધારો

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ રહી છે. જેના પગલે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. એક દિવસમાં ડેમની જળસપાટીમાં 49 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 123.44 મીટરે પહોંચી ગઇ છે. સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1700 મિલિયન ક્યુબીક મીટર છે. સરદાર સરોવર ડેમમાં હાલ 79 હજાર 705 ક્યુસેક પાણીની આવક છે.

રાજ્યના 30 જળાશયો 100 ટકાથી ભરાયાં

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા. 20 જુલાઈ-2022 સુધીમાં 56054 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 184619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 319839 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત) માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકા થી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Next Video