રાજ્યમાં 40 તાલુકામાં વરસ્યો નોંધાયો વરસાદ, સૌથી વધુ વડોદરાના સિનોરમાં 2 ઈંચ વરસાદ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (Meteorological Department) માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

રાજ્યમાં 40 તાલુકામાં વરસ્યો નોંધાયો વરસાદ, સૌથી વધુ વડોદરાના સિનોરમાં 2 ઈંચ વરસાદ
રાજ્યમાં 40 તાલુકામાં વરસ્યો નોંધાયો વરસાદ
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 23, 2022 | 9:39 AM

રાજ્યમાં 24 કલાક દરમિયાન 40 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે. 22 જુલાઇ 2022થી સવારે 6થી 23 જુલાઇ સવારે 6 કલાક સુધીમાં આ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ વડોદરાના (Vadodara) સિનોરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો નર્મદાના (Narmada) ડેડિયાપાડા, ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસ્યો 2 ઈંચ વરસાદ વરસ્યો છે. કુલ 126 તાલુકાઓમાંછૂટોછવાયો વરસાદ વરસ્યો છે. આજે સવારે પણ 10 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 61 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે. તો સિઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 36.40 ટકા નોંધાયો છે.

પાંચ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે, તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના

હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ નાગરિકોને પણ દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati