Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો

| Edited By: | Updated on: Apr 01, 2022 | 6:23 PM

નાયબ કલેક્ટરની ટિપ્પણી બાદ કેવડિયા બંધનું એલાન અપાયું હતું.જેમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું.આદિવાસી સમાજે નાયબ કલેક્ટર સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે.

નર્મદાના(Narmada) નાયબ કલેકટર નિલેશ દુબેએ(Nilesh Dubey) આદિવાસી સમાજ(Tribal Community)  વિશે કરેલી ટિપ્પણીથી રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી..નાયબ કલેક્ટરના પૂતળા દહન સમયે પોલીસે એક વ્યક્તિનો કોલર પકડતા ઘર્ષણ સર્જાયું હતું. જો કે ભારે વિરોધ બાદ મામલો શાંત પડ્યો હતો. મહત્વનું છે કે નાયબ કલેક્ટરની ટિપ્પણી બાદ કેવડિયા બંધનું એલાન અપાયું હતું.જેમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું.આદિવાસી સમાજે નાયબ કલેક્ટર સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી છે.

આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનામાં આદિવાસીઓનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે.. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નાયબ કલેક્ટર નિલેશ દુબેનો અવાજ છે.. આ અધિકારી સામેવાળી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેમણે આદિવાસી સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ અને નારાજગી છે.. જો કે ટીવીનાઈન આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.

સમાજની લાગણી દુબાઈ હોય તો અધિકારીએ માફી માગી

સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના PROએ આ અંગે સ્પષ્ટતા કરી છે.. SOUના PROએ આ અંગે સોશિયલ મીડિયામાં લેખતિમાં ઓડિયો ક્લિપ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે, તે અર્ધસત્ય છે.. જો આખી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવે તો સમગ્ર હકિકત સામે આવશે.. આ અંગે સ્પષ્ટતા કરતા લખવામાં આવ્યું છે કે આ કોઈ આખા સમાજ માટે નહીં પણ એક વ્યક્તિ માટે કહેલી વાત છે.. છતાં જો કોઈ સમાજની લાગણી દુબાઈ હોય તો અધિકારીએ માફી માગી છે.

આ પણ વાંચો :  રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને ફાયદો થશે

આ પણ વાંચો :  ગુજરાતી ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે પીએમ મોદી સાથે મુલાકાત કરી, આફ્રિકામાં ભારતીયોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી