નર્મદા પાઈપ લાઈનમાં મોડાસા નજીક સર્જાયું ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા

|

Dec 18, 2023 | 10:34 PM

અરવલ્લી જિલ્લામાં નવી રેલવે બ્રોડગેજ લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમિયાન મોડાસાના ઈસરોલ નજીક નર્મદાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જમીનમાં ખોદકામ કરવા દરમિયાન પાઈપ લાઈન તૂટી જવા પામી હતી. રેલવે લાઈન માટે કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા ભંગાણને લઈ ખેડૂતોએ નુક્સાન વેઠવું પડ્યું હતુ.

મોડાસાના મોટી ઈસરોલ નજીક ખેડૂતોના ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રેલવે બ્રોડગેજ માટેનું કામ ચાલું હોવા દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેને લઈ મોટી ઈસરોલ નજીકના ખેડૂતોના ખેતરોમાં નર્મદાનું પાણી ભરાઈ જવા પામ્યુ હતુ.

અમદાવાદ ઉદયપુર રેલવે લાઈનને જોડતી કપડવંજ-મોડાસા, ટીંટોઈ રેલવે લાઈનનું કામ શરુ કરવામાં આવ્યુ છે. આ દરમિયાન ઈસરોલ નજીક નર્મદાની અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. રવિ સિઝનની વાવણી કરેલા ખેતરોમાં પાણી ફરી વળવાને લઈ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચોઃ  ડોન દાઉદ ઈબ્રાહિમનો જમાઈનો પરિવાર ગુજરાતી! ઉત્તર ગુજરાતના જાણીતા શહેરમાં હતો મૂળ નિવાસ

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:33 pm, Mon, 18 December 23

Next Video