Narmada: સરદાર સરોવરના જળસ્તરમાં નજીવો ઘટાડો, નર્મદા ડેમની જળસપાટી 138.62 મીટર થઇ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 20, 2023 | 9:51 PM

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં આંશિક ઘટાડો થયો છે. હાલમાં નર્મદા ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. નર્મદા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સરદાર સરોવરમાં પાણીની ભારે આવક નોંધાઈ હતી. જેને લઈ નર્મદા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. બુધવારે જોકે નર્મદા ડેમમાં પાણી આવકમાં ઘટાડો રહેતા જળસપાટીમાં પણ આંશિક ઘટાડો થયો હતો. ડેમમાં થઈ રહેલી પાણીની આવક સામે પાણીની જાવક એટલા જ પ્રમાણમાં કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો

વહેલી સવારે પાણીની આવક સાડા ચાર લાખ લીટર નોંધાઈ હતી. જેને લઈ પાણીની જાવક નદીમાં વધારે કરવામાં આવી હતી. જોકે બાદમાં અઢી થી ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા આવક સામે એટલુ જ પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. મોડી સાજે 2.10 લાખ ક્યુસેક આવક 9 વાગ્યે નોંધાઈ હતી. જેની સામે નદીમાં 1.93 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. આ સમયે જળસપાટી 138.58 મીટર નોંધાઈ હતી, જે સાંજે 138.62 મીટર હતી.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો