નર્મદા : વનકર્મીને ધમકાવવાના મામલામાં તમામ આરોપીનો જેલવાસ પૂર્ણ થયો, જુઓ વીડિયો

|

Feb 03, 2024 | 11:28 AM

નર્મદા : ડેડીયાપાડામાં વનકર્મીને ધમકાવવાના અને મારામારીના કેસમાં રાજપીપળા કોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ તેમના પત્નીનો પણ છુટકારો થયો છે.  શુક્રવારે ચૈતરના પત્ની શકુંતલાબેન અને અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવા ઉપરાંત ખેડૂત મિત્ર રમેશ વસાવા માટેની જામીન અરજી માન્ય રાખવામાં આવી છે.

આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફરિયાદી પક્ષ તરફ રજૂઆતો કરવામાં આવી  હતી. સામે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સહિત ત્રણના તરફેણમાં એડવોકેટ એસ.કે.જોષીએ દલીલો કરી હતી.  રાજપીપળા ડિસ્ટિક એન્ડ સેસન્સ કોર્ટે ત્રણેયના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કરતા કેસના તમામ આરોપીઓનો જેલવાસ પૂર્ણ થયો છે.

Input Credit : Vishal Pathak, Narmada

આ પણ વાંચો : મેરેજ ફંકશન્સમાં હાલ પ્રિવેડિંગ શુટની જેમ જ હવે લાઈવ વેડિંગ પેઈન્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, નિહાળો સુરતના સુધા ઘેવરિયાની તસ્વીરો

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:08 am, Sat, 3 February 24

Next Video