Narmada: ઉતરાયણના તહેવારને કારણે કેમિકલ વિનાના ગોળની ભારે માંગ

|

Jan 09, 2023 | 8:28 PM

કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેમજ કેમિકલ વિનાના ગોળનો ભવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતાં ઓછો હોય છે. દેશી ગોળના લાભને જોતા સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પણ નર્મદા જિલ્લામાં લોકો મોટી માત્રામાં ગોળની ખરીદી કરવા આવી રહ્યા છે.

પતંગનું પર્વ ઉત્તરાયણ હવે સાવ નજીક છે, ત્યારે ઠેર ઠેર સિંગ પાક, સિંગની ચીકી, તલસાંકળી, મમરાના લાડુની ભારે માંગ રહેતી હોય છે અને આ તમામ વસ્તુ બનાવવામાં ગોળની જરૂર પડે છે અને ગોળ જો કેમિકલ વિનાનો હોય તો આ બધી પૌષ્ટિક વસ્તુઓનો સ્વાદ વધારે સારો લાગે છે. ઉતરાયણમાં તો ઠેર ઠેર પતંગ ચગાવવાની સાથે સાથે ગોળની ચીકી ખાવાની પરંપરા છે. ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ તો નવેમ્બર માસમાં જ ગોળના કોલા શરૂ થઈ જાય છે અને 3 માસ સુધી ગોળ બનાવવામાં આવે છે, પરંતુ હાલ ઉત્તરાયણ પર્વને લઈને રાત-દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે.

કેમિકલ વગરનો ગોળ તાજો, ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેમજ કેમિકલ વિનાના ગોળનો ભવ પણ બજારમાં મળતા અન્ય ગોળ કરતાં ઓછો હોય છે. દેશી ગોળના લાભને જોતા સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી પણ નર્મદા જિલ્લામાં લોકો મોટી માત્રામાં ગોળની ખરીદી કરવા આવી રહ્યા છે. ત્યારે ગોળ બનાવનારા કારીગરો તેમજ વેચાણ કરતા વેપારીઓની સિઝનલ રોજગારીમાં પણ વધારો થયેલો જોવા મળે છે, ગોળનું વેચાણ સારું થતું હોવાથી કારીગરો તેમજ વેપારી વર્ગ પણ ખુશ છે.

રાજ્યમાં હાલમાં ઉતરાયણના તહેવારની ધૂમ મચેલી છે અને ઠેર ઠેર પતંગ અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે, સાથે સાથે ઉતરાયણમાં ખવાતી વસ્તુઓ જેવી કે મમરાના લાડું,  તલના લાડું,  સિંગની ચીકી, તલસાંકળી જેવી વસ્તુઓ જે આ સિઝનમાં લોકો વધારે ખાતા હોય છે. તેમાં વધારે પ્રમાણમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. તેથી હાલમાં નર્મદા જિલ્લામાં હાલમાં કેમિકલ વિનાના ગોળની ભારે માગણી છે.

Next Video