VADODARA : પાટીદાર આંદોલનમાં થયેલા કેસ અંગે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

VADODARA : પાટીદાર આંદોલનમાં થયેલા કેસ અંગે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:52 PM

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે.

VADODARA : પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ ત્રણ મહિનામાં પરત ખેંચાશે.આ નિવેદન આપ્યું છે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે.પંચમ પાટોત્સવ ઉજવણીના ભાગરૂપે વડોદરામાં નરેશ પટેલ પહોંચ્યાં હતા.જ્યાં તેમણે કહ્યું કે ત્રણ મહિનામાં તમામ કેસ પરત ખેંચી લેવાશે.કેસ પરત ખેંચવા અંગે મુખ્યપ્રધાને હૈયાધારણા આપી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના પાટીદાર સાંસદોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય કે કેસ થયા હોય તો તે પણ પાછા ખેંચાવા જોઈએ. આ રજૂઆત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક જવાબ આપ્યો હોવાનું મોહન કુંડરિયાએ જણાવ્યું હતું

તો પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે કહ્યું હતું કે બે મહિનામાં જ કેસો પાછા ખેંચાઈ શકે છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે વિવિધ સ્થળોએ આગેવાનો સામે 140 જેટલા કેસ થયેલા છે. આ કેસો સરકારે અગાઉ પણ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેસ પાછા ખેંચવામાં કોઈક કારણસર વિલંબ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના 5 નવા કેસ, વિદેશથી આવેલી 1 બાળકી અને 4 મહિલાઓ સંક્રમિત

આ પણ વાંચો : Sabarkantha: જયેશ પટેલ અને તેના કાકા માત્ર પેપર લીક જ નહી પરંતુ પહેલા થી જ લોકોને પૈસામાં નવડાવવામાં છે અઠંગ

g clip-path="url(#clip0_868_265)">