Breaking News : નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી, સુરેન્દ્રનગરમાં મુસાફરો રઝળી પડ્યા, જુઓ Video

Breaking News : નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી, સુરેન્દ્રનગરમાં મુસાફરો રઝળી પડ્યા, જુઓ Video

| Updated on: Nov 16, 2026 | 7:24 PM

નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે સુરેન્દ્રનગરના ધાંગધરા સ્ટેશન પર ટ્રેનના દરવાજા ન ખૂલ્યા. 14 મુસાફરોને વિરમગામ સુધી મુસાફરી લંબાવવી પડી.

સુરેન્દ્રનગર જિલ્લામાં નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા 14 મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધાંગધરા સ્ટેશન પર ટ્રેનના કોચ C-6, C-7 અને C-8 ના દરવાજા ન ખૂલતા મુસાફરો ફસાયા હતા. આ ઘટના ભુજથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનમાં બની હતી.

મુસાફરોએ ઈમરજન્સી બટન દબાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળ્યો હોવાનો દાવો કર્યો છે. દરવાજા ન ખૂલવાના કારણે આ 14 મુસાફરોને ધાંગધરાને બદલે વિરમગામ સુધી મુસાફરી લંબાવવી પડી હતી. વિરમગામ સ્ટેશન પર પહોંચ્યા બાદ પણ કોચ C-7 નો દરવાજો ન ખૂલતા, મુસાફરોને અન્ય કોચમાંથી ઉતરવાની ફરજ પડી હતી.

આ ઘટના બાદ મુસાફરોએ વિરમગામ સ્ટેશન માસ્ટરને લેખિત ફરિયાદ નોંધાવી છે. મોંઘી ટિકિટ ખરીદવા છતાં થયેલી હાલાકીને કારણે રેલવે તંત્ર સામે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. રેલવે અધિકારીઓએ આ ટેકનિકલ ખામીની તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ પ્રીમિયમ ટ્રેનમાં ઈમરજન્સી બટન પણ નિષ્ફળ જતાં મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠ્યા છે.

ભારતની ધરતીથી સોનાનો મોટો ખજાનો કાઢવાની તૈયારી, અહીં છુપાયેલું છે સેંકડો ટન સોનું

Follow Us
Loading...
Unable to load recommendations.