રાજકોટ વીડિયો : 100 રૂપિયાના વ્યાજના મામલે હત્યા કરનારા આરોપીઓની ધરપકડ, પોલીસે કાઢ્યુ સરઘસ

રાજકોટ વીડિયો : 100 રૂપિયાના વ્યાજના મામલે હત્યા કરનારા આરોપીઓની ધરપકડ, પોલીસે કાઢ્યુ સરઘસ

| Edited By: | Updated on: Jan 12, 2024 | 3:34 PM

છેલ્લા કેટલાક સમયથી ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવી રહ્યો છે. રાજકોટમાં 100 રૂપિયાના વ્યાજને કારણે યુવકની હત્યા કરનારા ત્રણેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. કમલેશગિરી ગોસ્વામી અને તેના બંન્ને પુત્રોનું સરઘસ કઢાયું.

રાજકોટમાં 100 રૂપિયાના વ્યાજને કારણે યુવકની હત્યા કરનારા ત્રણેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. કમલેશગિરી ગોસ્વામી અને તેના બંન્ને પુત્રોનું સરઘસ કઢાયું.પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન અને સ્થળ પંચનામું કર્યું હતું. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા વ્યાજના માત્ર 100 રૂપિયા માટે આરોપી કમલેશગિરી ગોસ્વામી અને તેના બે પુત્રોએ મળી 23 વર્ષના એક યુવકની હત્યા કરી હતી.

યુવકને તેની માતા અને ભાઈ સહિતના પરિવારજનોની નજર સામે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ ઘટનાને બાદ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી હતી. મૃતકે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.અને તેનું દરરોજનું 200 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો