ભરૂચમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા પાલિકાએ ઝુંબેશ ઉપાડી, જુઓ વિડીયો
ભરૂચ : ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ ખુબ વધી ગયો છે. ભરૂચ- અંકલેશ્વરમાં પણ આ પશુઓના કારણે ટ્રાફિક જામની તો અકસ્માતના ભયની સ્થિતિ સર્જાતી રહે છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દાને લઈ અધિકારીઓનો ઉઘડો લીધો હતો. અદાલતની લાલ આંખ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે.

ભરૂચ નગરપાલિકાએ 32 જેટલા પશુઓને પકડી પાંજરે પુર્યા છે તો અંકલેશ્વર નગરપાલિકાએ પણ રસ્તા પર અડિંગો જમાવી બેઠેલા પશુઓને પકડીને દિવા ગામના ઢોર ડબ્બામાં મુક્યા છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ, લીંક રોડ, સ્ટેશન રોડ, મકતમપુર રોડ આસપાસના વિસ્તારોમાં સવારે અને સાંજના સમયે પશુઓના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે તંત્રએ અસરકારક કામગીરી શરૂ કરી છે.