Vadodara Video : ડભોઈ-વાઘોડિયા રોડ પર નવા બ્રિજ નિર્માણના પગલે ડાયવર્ઝન, રસ્તા પર સાઈન બોર્ડ મુકવા માગ

|

Mar 23, 2024 | 5:04 PM

વડોદરામાં ડભોઈ-વાઘોડિયા રોડ પર નવો બ્રિજ બની રહ્યો છે. બ્રિજ નિર્માણના કારણે રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. આ ડાયવર્ઝન રાહદારીઓ માટે માથાનો દુઃખાવો બન્યા છે. જેમા કેટલાક રસ્તાઓ કાચા છે.  આ ઉપરાત  ડાયવર્ઝન આપેલા રસ્તા પર કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ મુકવામાં આવ્યા નથી. જેના કારણે વાહનચાલકો અટવાય છે.

કોઈ વાર તો વાહનચાલકો જે રસ્તા પરથી આવ્યા હોય તે જ રસ્તા પર ફરીને પાછા આવી જાય છે. ડાયવર્ઝનના કારણે આવી ભૂલભુલૈયા સર્જાઈ છે. જેના પગલે તરસાણા, મોરપુરા, છીપાપુરા, પ્રયાગપુરા, કરાલીપુરા અને કરાલી આ પાંચ ગામના લોકો ડાયવર્ઝનના કારણે ભારે અટવાય છે. વાહનચાલકો ડાયવર્ઝન પર સાઈન બોર્ડ મુકવા માગણી કરી રહ્યા છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો ના પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video