Vadodara: બે સંતાનોની માતા 25 વર્ષીય પ્રેમી યુવક સાથે ભાગી ગઈ, પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2023 | 12:01 AM

વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં બે સંતાનોની માતા 25 વર્ષીય પ્રેમી યુવક સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જે બાદ છત્રાલમાં બંનેએ એક કંપનીમાં નોકરી શરૂ કરી હતી. પરિવારજનોને લવ જેહાદની આશંકા હતી.

વડોદરામાં બે સંતાનોની માતાના આડા સંબંધોની ઘટના સામે આવી છે. જેને કારણે પરિવાર વેર વિખેર થઈ ગયો છે. વડોદરાના કુંભારવાડાની બે સંતાનોની માતા એક 25 વર્ષીય પ્રેમી આશિષ સાથે ભાગી ગઈ હતી. એક હોટલમાં સાથે નોકરી કરતા સમયે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને એક મહિના પૂર્વે બંને ભાગીને છત્રાલમાં એક કંપનીમાં સાથે નોકરી કરવા લાગ્યા હતા. બંને છત્રાલમાં જ ઘર રાખીને સાથે રહેવા લાગ્યા. ભાગી જનારા મહિલાની દેરાણીએ આપેલી ફરિયાદના આધારે નવાપુરા પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : વડોદરાના રોડની બિસ્માર હાલત સામે લુણા ગામના લોકોનો અનોખો વિરોધ, જુઓ Video

બે બાળકોની માતા આ રીતે બાળકોને મૂકીને ફરાર થઈ હતી ત્યારે પોલીસે આ ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં વડોદરા પોલીસે બંને છત્રાલમાં એક કંપનીમાં કામ કરતા હોવાની જાણ થતા જ ઝડપી પાડ્યા હતા. આ બંનેની પૂછપરછ અને આધાર તથા પાનકાર્ડ ચેક કરતા યુવક આશિષ હોવાનું માલૂમ થયું. આ પૂર્વે પરિવારજનો અને પાડોશીઓએ લવ જેહાદની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પોલીસ તપાસમાં બંને એક જ સમુદાયના અને પ્રેમ હોવાથી ભાગી ગયાનો ખુલાસો થયો છે.

(With Input : Yunus Gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 18, 2023 11:57 PM