કૃષ્ણનગરી દ્વારકામાં 37,000 આહિરાણીઓએ પરંપરાગત પોશાકમાં મહારાસ રમી બનાવ્યો વિશ્વ વિક્રમ, જુઓ વીડિયો

| Updated on: Dec 24, 2023 | 2:14 PM

દેવભૂમિ દ્વારકામાં 37 હજારથી પણ વધુ આહિરાણીઓએ એકસાથે મહારાસ રમીને ઇતિહાસ રચ્યો છે.અને ભારતીય સંસ્કૃતિનું સમગ્ર વિશ્વને દર્શન કરાવ્યું છે. કૃષ્ણનગરી દ્વારકામાં પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરની સમીપે આહિરાણીઓએ રાસ રમીને ઇતિહાસ રચાયો છે.

દેવભૂમિ દ્વારકામાં 37 હજારથી પણ વધુ આહિરાણીઓએ એકસાથે મહારાસ રમીને ઇતિહાસ રચ્યો છે.અને ભારતીય સંસ્કૃતિનું સમગ્ર વિશ્વને દર્શન કરાવ્યું છે. કૃષ્ણનગરી દ્વારકામાં પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરની સમીપે આહિરાણીઓએ રાસ રમીને ઇતિહાસ રચ્યો છે. તો અહીં મંદિર પાછળ આવેલા લગભગ 100 વીઘાના ગ્રાઉન્ડમાં 37 હજારથી પણ વધુ આહિરાણીઓએ એકસાથે મહારાસ રમ્યો છે.

નવલખી ચુંદડી અને સોનાના પરંપરાગત આભૂષણોમાં સજ્જ થઈને મહારાસ રમતી આહિરાણીઓએ વિશ્વ રેકોર્ડ સર્જી દીધો છે.નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જોડાવા માટે સમગ્ર રાજ્યમાંથી આહિરાણીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.અને આ મહારાસ રમતા આનંદની અનુભૂતિ કરી હતી.

આ મહારાસને નિહાળવા માટે આહિર સમુદાય સહિત બે લાખથી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા.પ્રચલિત કથા અનુસાર પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને પૌત્રવધુ ઉષા કે જે બાણાસુરની પુત્રી હતી. તેમણે પણ દ્વારકામાં રાસ રમ્યા હતા.

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 24, 2023 02:10 PM
Follow Us