લોટ ભરેલા પીપમાં દારુની બોટલ છુપાવીને લાવી રહ્યા હતા આરોપી, PCBએ ઝડપી પાડ્યા, જુઓ વીડિયો

લોટ ભરેલા પીપમાં દારુની બોટલ છુપાવીને લાવી રહ્યા હતા આરોપી, PCBએ ઝડપી પાડ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 05, 2023 | 2:18 PM

ગુજરાતના જ વિવિધ શહેરોમાં દારુબંધીના લીરે લીરા ઉડતા જોવા મળે છે. બુટલેગરોએ દારુની હેરાફેરી માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે હજારથી વધુ દારુની બોટલ ઝડપાઇ છે. જે માટે તેમણે અલગ કિમીયો અપનાવેલો જોવા મળી રહ્યો છે.

એક તરફ ગુજરાતમાં દારુબંધી હોવાની વાતો કરવામાં આવે છે. બીજી તરફ ગુજરાતના જ વિવિધ શહેરોમાં દારુબંધીના લીરે લીરા ઉડતા જોવા મળે છે. બુટલેગરોએ દારુની હેરાફેરી માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બે હજારથી વધુ દારુની બોટલ ઝડપાઇ છે. જે માટે તેમણે અલગ કિમીયો અપનાવેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- રાજકોટ વીડિયો : જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર 7 કરતા વધારે શ્વાને કર્યો જીવલેણ હુમલો, બાળકીનું મોત

અમદાવાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં PCBએ દરોડા પાડી કુલ 88 પેટીમાં 2000થી વધુ દારૂની બોટલ ઝડપી પાડી છે. તુલસીપાર્ક પોલીસ ચોકીની સામે જુલતા મિનારા પાસે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે. આ દારુનો જથ્થો છુપાવવા આરોપીઓએ લોટનો ઉપયોગ કર્યો હતો. મોટા પીપમાં લોટની આડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો