રાજ્યમાં 11 હજારથી વધુ ગ્રામ્ય કમ્પ્યૂટર ઓપરેટર આજથી અચોક્કસ મુદતની હડતાળ પર, જાણો શું છે તેમની માંગ ?

|

May 11, 2022 | 9:48 AM

આ પહેલા મુખ્યમંત્રી સાથે યોજાયેલ બેઠકમાં સકારાત્મક નિર્ણય લેવાની બાંહેધરી આપવામાં આવી હતી અને કમિશન મુજબની નીતિ દૂર કરીને ફિક્સ વેતન (Fix Salary) આપશે તેવું નક્કી થયું હતું.

ગુજરાતના 11 હજારથી વધુ ગ્રામ્ય કમ્પ્યૂટર ઓપરેટરની(Village Computer opreator)  આજથી અચોક્કસ મુદતની હડતાળ (Strike)પર ઉતરી ગયા છે.VCE ઓપરેટર્સના જણાવ્યા અનુસાર 16 વર્ષ જૂની માગણી સંતોષવામાં આવી નથી. રાજ્ય સરકાર નજીવું કમિશન ચુકવે છે અને તે પણ અનિયમિત આપે છે. આ કર્મચારીઓ (Employe) નિયત પગાર ધોરણ પર લેવાની, નોકરીમાં કાયમી કરવાની અને અન્ય સરકારી લાભ આપવાની માગણી કરી રહ્યાં છે. બીજી તરફ હડતાળને પગલે ગામડામાં ખેડૂતોની વહીવટી કામગીરી ન ખોરવાય તે માટે ઈ-ગ્રામ સેન્ટરનો હવાલો હવે તલાટીઓને (Talati) સોંપવામાં આવી છે.જેને કારણે ગ્રામ્ય મિત્રોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

માંગ સંતોષવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી

આ પહેલા મુખ્યમંત્રી સાથે યોજાયેલ બેઠકમાં સકારાત્મક નિર્ણય લેવાની બાંહેધરી આપવામાં આવી હતી અને કમિશન મુજબની નીતિ દૂર કરીને ફિક્સ વેતન આપશે તેવું નક્કી થયું હતું. પરંતુ બાંહેધરી મુજબ સરકાર દ્વારા અમલ ન કરાતા આજથી સમગ્ર રાજ્યમાંથી તમામ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા છે.ઉપરાંત જો માંગ સંતોષવામાં નહી આવે તે તેમણે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.ત્યારે સરકારના શિક્ષકોના આંદોલન બાદ ગ્રામ્ય કમ્પ્યૂટર ઓપરેટરની હડતાળ થતા સરકારની ચિંતા વધી છે.

Published On - 9:47 am, Wed, 11 May 22

Next Video