મિશન ગુજરાત પર AAP, ભાજપના ગઢ રાજકોટથી આજે અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

કેજરીવાલ રાજકોટમાં (Rajkot) શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. સાથે જ કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ તેઓ શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધિત કરશે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 12, 2022 | 2:45 PM

Rajkot : ભાજપ-કોંગ્રેસ બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને AAP પણ એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના ગઢ પર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)  પર ટક્કર આપવાની તૈયારી દર્શાવી છે. ભાજપના PM મોદી સહિતના દિગ્ગજ નેતા ગુજરાતની(Gujarat Visit)  મુલાકાતે આવી ચૂક્યા છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ગઈકાલે દાહોદની મુલાકાતે આવ્યા હતા.ત્યારે હવે દિલ્હીના મુખ્યપ્રધાન ભાજપના ગઢ ગણાતા રાજકોટથી ચૂંટણી બ્યૂગલ ફૂંકશે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ભાજપના ગઢ પર નજર

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન સૌરાષ્ટ્ર (Saurashtra) પર રાજકોટ આવશે.તેના કાર્યક્રમો પર એક નજર કરીએ તો બપોરે 2:45 વાગે અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે..ત્યારબાદ એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલમાં જશે.જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે. જે બાદ કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

જાહેર જનસભાને સંબોધિત કરશે કેજરીવાલ

રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધિત કરશે. મળતી માહિતી અનુસાર કેજરીવાલ(CM Arvind kejriwal) રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.ત્યારે આ કેજરીવાલની મુલાકાત ભાજપને અસર કરશે કે કેમ તે જોવુ રહ્યું…!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati