Watch Video: દાહોદમાં એકસાથે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, 5થી વધુ લોકોની હાલત નાજૂક
દાહોદમાં એક સાથે 80થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ લેતા ફૂડ પોઇઝનિંગ થયું હતું. દાહોદની અલગ-અલગ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાયા છે.
દાહોદમાં એકસાથે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. વૈષ્ણવોના ધર્મસ્થાનમાં પ્રસાદ લીધા બાદ આ ઘટના બની છે. 100 કરતા વધુ ભક્તોની તબિયત બગડી હતી. 5થી વધુ લોકોની હાલત અતિ નાજૂક હોવાનું પણ સામે આવ્યું છે. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલાઓને દાહોદની વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા છે. કેટલાક દર્દીઓને વડોદરા અને અમદાવાદની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરાયા છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ વિવાદમાં, વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં પડકાર
ફૂડ પોઇઝનિંગની આ સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કરાતો હોવાની પણ ચર્ચા કરવામાં આવી હોવાન વાત સામે આવી હતી. જિલ્લા પોલીસ વડા અને વહીવટીતંત્રને પણ અંધારામાં રખાયા મહત્વનુ છે કે ધર્મસ્થાનમાં સરકારી કર્મચારીઓને પ્રવેશવા ન દેવાયા. આરોગ્ય ખાતાના કર્મચારીઓને પણ પ્રસાદના સેમ્પલ ન લેવા દેવાયા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો