હિંમતનગરમાં સ્વિમિંગ પૂલમાં 100થી વધુ લોકો કરે છે અંડર વોટર યોગા, જુઓ

|

Jun 21, 2024 | 2:15 PM

સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગ માં જોડાયા હતા યોગથી મન પ્રફુલિત થાય છે અને યોગ શરીર માટે પણ જરુરી છે. 100થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પૂલ માં પાણી યોગ કર્યા હતા. આ માટે સ્વિમિંગ પૂલ માં પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

21, જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે. સાબરકાંઠા જીલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગ માં જોડાયા હતા યોગથી મન પ્રફુલિત થાય છે અને યોગ શરીર માટે પણ જરુરી છે. તમે કદાચ સાંભળ્યુ હશે કે પહેલાના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા.

આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે. ત્યારે આજે એક સાથે 100થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પૂલ માં પાણી યોગ કર્યા હતા. આ માટે સ્વિમિંગ પૂલ માં પાંચ દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પુર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જે જમીન પર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા.

સ્વિંમીંગ પહેલા યોગ

જેને લઈ અહિ આવતા લોકો હવે થી પહેલા પાણી યોગ કરશે અને બાદમાં જ સ્વીમીંગ કરશે. આમ તો પાણીમાં યોગ કરવા કઠીન હોય છે, પરંતુ અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ રાજપૂત દ્વારા શિખવાડવામાં આવે છે.

જેમ પુરાણોમાં જેમ ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા તેમ મહેન્દ્રસિંહ પણ યોગ કરવા પ્રયાસ કરતા હતા. જે ખુદ શીખ્યા બાદ અન્ય લોકોને અને સ્વિમિંગ માટે આવતા લોકોને પણ અંડર વોટર યોગ શિખવી રહ્યા છે. પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. તેઓ પણ મહેન્દ્રસિંહની જેમ જ પાણીમાં તરી શકે છે અને યોગ પણ કરી શકે છે.

યોગથી અનેક ફાયદા

PM નરેન્દ્ર મોદીએ યોગની શરુઆત કરી છે અને જેને લઈ ભારતભરમાં લોકો યોગ કરી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટીએ પણ જોવા જઈએ તો યોગ શરીર માટે સારુ હોય છે. હ્રદયના હાર્ટબીટ કંટ્રોલ, ફેફસા સારા રહે છે, શ્વાસો શ્વાસની ક્રિયા સારી રહે છે રહે છે. આમ યોગથી અનેક ફાયદાઓ થાય છે. જ્યારથી હિંમતનગરમાં સ્વિમિંગ પૂલની શરુઆત થઈ છે ત્યારથી મહેન્દ્રસિંહ તેમના મિત્રોને અને વિધ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા છે. જે આસનો જમીન કરે છે તે તમામ પ્રકારના આસનો મહેન્દ્રસિંહ તેમના મિત્રો સાથે પાણીમાં કરે છે.

શ્વાસો શ્વાસની ક્રિયાથી આ યોગ કરે છે અને જે જોઈને અનેક લોકો તેમને જોતા જ રહી જાય છે. કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય લાગતુ હોય છે પણ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આમ કરી બતાવીને આશ્ચર્ય સર્જે છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:37 pm, Fri, 21 June 24

Next Video