Kutch: હેરોઈનકાંડમાં વધુ બે આરોપી ઝડપાયા, ભુજની NDPS કોર્ટ 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

Kutch: હેરોઈનકાંડમાં વધુ બે આરોપી ઝડપાયા, ભુજની NDPS કોર્ટ 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 11:59 AM

અગાઉ ઝડપાયેલા લોકો સહિત ભારતમાં નેટવર્ક(India Network)  અંગે ગુજરાત ATS વધુ તપાસ કરશે.અમદાવાદ (Ahmedabad) ઉપરાંત ભારતમાં નેટવર્ક અંગે આરોપીઓને સાથે રાખી તપાસ થશે.

કચ્છના(Kutch)  હેરોઈનકાંડમાં વધુ બે આરોપી ઝડપાયા છે. ગુજરાત ATSએ (Gujarat ATS) બે આરોપીની દિલ્લીથી ધરપકડ કરી છે..આરોપીઓને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયા હતા.જયાં કોર્ટે 14 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં 280 કરોડના હેરોઇન સાથે પાકિસ્તાની બોટ ઝડપી હતી. અગાઉ ઝડપાયેલા લોકો સહિત ભારતમાં નેટવર્ક(India Network)  અંગે ગુજરાત ATS વધુ તપાસ કરશે.અમદાવાદ (Ahmedabad) ઉપરાંત ભારતમાં નેટવર્ક અંગે આરોપીઓને સાથે રાખી તપાસ થશે.

એક સપ્તાહમાં ત્રણ મોટી કાર્યવાહી કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ATS દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ત્રણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં સૌથી પહેલા કંડલા પોર્ટ પરથી 1439 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું હતું. અને જેમાં 9 પાકિસ્તાનીને પકકડવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ATS અને DRI દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં પહેલા તપાસ કરતા સમગ્ર હેરોઈનકાંડનો પર્દાફાશ થયો હતો.

 

Published on: May 28, 2022 11:58 AM
g clip-path="url(#clip0_868_265)">